GCAS Registration 2024: સરકારી કોલેજમાં એડમિશન લેવા આપવી પડશે પ્રવેશ પરીક્ષા, અહીં કરો રજીસ્ટ્રેશન
GCAS Registration 2024: સરકારી કોલેજમાં એડમિશન લેવા આપવી પડશે પ્રવેશ પરીક્ષા, અહીં કરો રજીસ્ટ્રેશન
- GCAS Registration 2024: જ્યારે તમે ધોરણ 12 પાસ કરી લો છો અને કોલેજમાં જવાનું હોય છે તો હવે તમારે એક પરીક્ષા આપવાની રહેશે. જો તમે પણ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તો તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે જે એક ફરજિયાત પ્રક્રિયા છે. તેના પછી તમારે સરકારી કોલેજમાં એડમિશન લેવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની થશે. અમે તમને આ પરીક્ષા માટે GCAS પોર્ટલ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે જણાવીશું.
શું છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ( GCAS Portal )
- મિત્રો જણાવી દઈએ કે જ્યારે ગુજરાત રાજ્યમાં સરકાર યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવવા માટે પ્રવેશ મેળવવાનો હોય ત્યારે તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે GCAS મારા રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એન માટેનું આ એક પ્લેટફોર્મ છે.
- મિત્રો જણાવી દઈએ કે સરકારી યુનિવર્સિટીમાં જે કોલેજો હોય છે તેમાં આગળના કોર્સમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રોએ આગળના અભ્યાસ માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. જેના આધારે તમને સરકારી કોલેજમાં એડમિશન મળે છે.
GCAS portal પર રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા | GCAS Registration 2024
- 💥સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ http://gcasstudent.gujgov.edu.in/ ની મુલાકાત લેવાની રહેશે.
- 💥અહીં તમને Apply Now બટન આપેલું હશે તેના પર ક્લિક કરો.
- 💥એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં રજીસ્ટ્રેશન કરો.
- 💥નામ: HSC/12મા ધોરણની માર્કશીટ પ્રમાણે નામ દાખલ કરો.
- 💥જન્મતારીખ: DD/MM/YYYY ફોર્મેટમાં (દા.ત. 01/05/2004) દાખલ કરવાની રહેશે.
- 💥મોબાઇલ નંબર: 10 અંકોનો માન્ય મોબાઇલ નંબર દાખલ કરો.
- 💥ઇમેઇલ ID: માન્ય ઇમેઇલ ID દાખલ કરો.
- 💥“Submit” બટન પર ક્લિક કરો.
- 💥તમારા રજિસ્ટર થયેલ ઇમેઇલ અને મોબાઇલ નંબર પર OTP મેળવો.
- 💥OTP દાખલ કરો અને તમારા ID વેરીફાઈ કરો.
- 💥તમારા ઇમેઇલ અને મોબાઇલ પર યુઝરનેમ અને પાસવર્ડ મળશે.
- 💥સુરક્ષા માટે તમારા પાસવર્ડ તાત્કાલિક બદલો.
રજીસ્ટ્રેશન કર્યા પછી કરવું પડશે આ કામ
- ✔હવે વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવેલી તમામ યુનિવર્સિટી અને કોલેજોને વિદ્યાર્થીઓના અરજી ફોર્મ મોકલવામાં આવશે.
- ✔દરેક યુનિવર્સિટી અને કોલેજ વિદ્યાર્થીઓનું એક અલગ મેરીટ લીસ્ટ બનાવશે.
- ✔યુનિવર્સિટી અને કોલેજ મેરીટ લીસ્ટ બનાવ્યા પછી વિદ્યાર્થીઓને ઈમેલ મોકલશે.
- ✔મેરીટ લીસ્ટ ના આધારે પસંદ થયેલા વિદ્યાર્થીઓના દસ્તાવેજ ની ચકાસણી કરવા માટે કોલેજની મુલાકાત લેવી પડશે.
- ✔કોલેજની મુલાકાત લીધા પછી વિદ્યાર્થીઓની પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે.
important links
💥સત્તાવાર વેબસાઇટ લીંક | |
what up | |
teligram | |
what up chenal join now |
મહત્વપૂર્ણ સૂચનો:
1. અંતિમ નોંધણી, ફાઈનલ સબમિશન પહેલાં તમામ પ્રશ્નો પૂર્ણ કરવા ફરજિયાત છે.
2. હંમેશાં અપડેટેડ, વપરાશમાં હોય તેવાં ઈ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવશે.
3. ઉમેદવારે માતા-પિતા/વાલીઓનો સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે.
4. લાયકાત સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આને કારણે યુનિવર્સિટીઓ/કૉલેજોને સબમિટ કરેલા અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે છે.
5. દસ્તાવેજની ચકાસણી અને અંતિમ નોંધણી માટે ઉમેદવારે યુનિવર્સિટી/કૉલેજની પસંદ કરેલી યાદી સંદર્ભે ઈ-મેઇલ મળ્યા પછી યુનિવર્સિટી/કૉલેજની મુલાકાત લેવાની રહેશે.
6. વિકલાંગપણું : ઉમેદવારે શારીરિક વિકલાંગણાના 45 ટકાથી વધુનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
: હવે માત્ર એક પ્રવેશ પ્રક્રિયાથી ગુજરાતની 14 યુનિવર્સિટી, 2752 કોલેજ અને 653 કોર્ષમાં પ્રવેશ
0 ટિપ્પણીઓ